દીકરી બાપના હૈયાનો માત્ર ટુકડો નથી, તે બાપનું પૂરેપૂરું હૈયુંજ છે...!
કોઈ મને એમ કહે ક દીકરી વિશે તમારે જે કેહવું હોય તો માત્ર ચાર શબ્દોમાં રજુ કરો તો હું કહીશ.... "દીકરી એટલે વહાલ નો દરિયો"
વહાલ શબ્દમાં વાત્સલ્યનું અમૃત છે. નિર્વ્યાજ સ્નેહની સર્વોત્તમ નિર્મળતા છે. માબાપનો પ્રેમ મેઘ બનીને દીકરી પર અનરાધાર વરસે છે તો દીકરી દરિયો બની એ પ્રેમજળનો સંગ્રહ કરે છે.!
આ વહાલ ના દરિયામાં હમેશા એ ભરતી બનીને જ આવતી રહે છે. એના જળરાશી કડી સુકાતા નથી ક કદી ઓછા થતા નથી. દીકરીનું જો કોઈ સ્વર્ગ હોય તો તે પિતૃગૃહ છે. પિયર શબ્દ પિતૃગૃહ પરથીજ આવ્યો છે. પિયર ના જવા દેવાતી પરિણીતા દુનિયાની સૌથી દુખી સ્ત્રી છે. તેવી સ્ત્રી ને તેનું સ્વસુર ગૃહ નર્ક થી પણ બદતર લાગે છે. દીકરીના જો કોઈ દેવ હોય તો તેના પિતા છે. એનો જો અન્ય કોઈ સહારો હોય તો તેનો ભાઈ છે.
પિતૃ હૃદય ના દિવ્યલોક માં કાળનું ચલણ પણ બંદ થઇ જાય છે. દીકરી ગમે તેટલી મોટી થાય, તો પણ પિતાને તે થઇ ગયી છે તેવું લાગતું જ નથી. બાપને માટે દીકરી ગમે તે સંજોગોમાં દીકરીજ રહે છે. બાપના ઘરના બારણા દીકરી માટે કદી પણ બંદ થયા સાંભળ્યા નથી. દીકરીને ઠપકો આપતી માં તો ઘણી જગ્યાએ દીઠી છે, પણ દીકરીને ઠપકો આપતો બાપ બાપ ભાગ્યેજ ક્યાય દીઠો છે..! દીકરી પિતાના હૃદયનો ટુકડો જ નથી પૂરેપૂરું હૃદય જ છે..! પિતાને પોતાની દીકરી હૃદય કરતા પણ વધુ વહાલી લાગે છે. પુરુષને હૃદય હોય છે, તેવું પ્રતીત કરાવવામાં કદાચ તેની પત્ની નિષ્ફળ જાય તેવું બની શકે છે પરંતુ તેની પુત્રી ક્યારેય નિષ્ફળ જતી નથી. ગમે તેવા કઠોર દિલનો પિતા પણ કન્યા વિદાય પ્રસંગે જયારે વહાલસોઈ દીકરીને સાસરે વળાવતો હોય છે ત્યારે રડ્યા વિના રહી શકતો નથી..!
વનવાસી તપસ્વીના હૃદયને પીગળાવી દે તે ઘટના સંસારીના તો કેવી વ્યથિત કરી દે તે કલ્પવું પણ મુશ્કેલ છે. વિશ્વ વિખ્યાત કથાકાર, સંત શિરોમણી પુ. શ્રી મુરારી બાપુએ પણ યોગ્ય કહ્યું છે, મારી સમાજ કંઈક એવી છે, પુત્ર એ બાપ નો હાથ છે, પરંતુ દીકરી એ બાપ નું હૈયું છે, અને એટલેજ તો બાપ જયારે કન્યાદાન આપતો હોય ત્યારે તે દીકરીના હાથ જમાઈના હાથ માં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે.
પિતા-પુત્રીના સંબંધમાં જેવી ભાવના, પવિત્રતા, સ્નેહની ઉત્કટતા, ત્યાગની ભવ્યતા અને સંસ્કારોની મહત્તા છે તેવી દુનિયામાં બીજા કોઈ સંબધોમાં જોવા મળી શકે તેમ નથી. આ પ્રેમ અત્યંત ઊંડો છે. ચાત અત્યંત ઉંચો પણ છે. અત્યંત નાજુક છે, ચાત અત્યંત અતુટ છે પણ છે..! દીકરીનો પડ્યો બોલ જીલવા પિતા હંમેશા તત્પર રહે છે. તેના ખાતર ગમે તેવો મોટો ત્યાગ પણ કરી શકે છે. ધર્મ પરંપરા અનુસાર પ્રજાંતંતુ આગળ વધારવા નીર્માયેલ લગ્ન વ્યવસ્થા નિભાવવા તેને વહાલસોઈ દીકરીનો પણ ત્યાગ કરવો પડે છે તેનાથી વધારે મોટો ત્યાગ તેને માટે બીજો કયો હોઈ શકે? સ્નેહ, સંસ્કાર, સદગુણ અને સમજણ થી સીંચેલી અમૃત લતાને પારકે ઘરે મોકલતા તેનું હૃદય કેવું ચિરાઈ જતું હશે તે તો પોતાની દીકરી વળવાનો સમય આવે ત્યારેજ ખ્યાલમાં આવી શકે.
વાસ્તવમાં દીકરી પિતાનું ઘર છોડીને જતી નથી પણ પિતાનું ઘર પોતાની સાથે લઈને જાય છે. ઘર સાથે લઇ જવું એ કરિયાવર જેવી ભૌતિક વસ્તુઓના રૂપમાં નહિ પણ પિતાના સંસ્કારો અને આદર્શોના રૂપમાં. દીકરીમાં તેના પિતાની પુરેપુરી છબી દેખાય છે. દીકરી પરથી તેના પિતાની ઓળખ થઇ જાય છે. પિતા પરથી તેની દીકરી કેવી હશે તેની પણ. અર્વાચીન અને મનોવિજ્ઞાન પણ કહે છે કે દીકરા પર માતાનો પ્રભાવ વધુ હોય છે અને દીકરી પર પિતાનો. દીકરીઓ જ કુલવધુઓ બને છે. તેમ્નાથીજ આદર્શ પરિવારો બને છે.
અત્યંત કલ્યાણ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પિતાઓ, ભાઈઓ, પતિઓ, કે દિયરોએ સ્ત્રીઓને સુંદર વસ્ત્રઅલંકારોથી શણગારવી જોઈએ અને સ્નેહ સન્માન અને સમાદરથી પૂજવી જોઈએ, જ્યાં દીકરીઓ, બેહનો કે કુલવધુઓ શોક કરે છે ત્યાં તે કુળ તરતજ નાશ પામે છે. જ્યાં તે શોક કરતી નથી ત્યાં તે કુળ હંમેશા વૃદ્ધિ પામે છે.
આમ દીકરી છે પિતાનો શ્વાસ, પરિવારનો પ્રાણ અને સમગ્ર સમાજના સુખની જીવનદોરી, દીકરીરૂપી વહાલના દરિયામાં તમને સર્વત્ર દેખાશે. પિતા-માતા ભાઈ અને બહેનના અગાધ સ્નેહનો જળ સમુદાય. દરિયાના જળ ખાલી જોવાનાજ છે કેમ કે ખરા હોવાના લીધે કશા કામના નથી જયારે આ વહાલના દરીયાન જળ તો જીવનભર પીવાના છે. તેમાં કદી ઓટ આવવાની નથી. વળી તેના જળ મીઠા અને મધુરા છે. બાપ-દીકરીના મેળાપની સુભગ ઘટના નિહાળનારના હૃદયમાં પણ અમીરસના ઝરણા ફૂટવા લાગે છે..!!
આવો છે દીકરીના વહાલનો દરિયો...!!!
 

